Monday, February 25, 2013
દહીં - આરોગ્ય અને સૌદર્ય માટે ઉત્તમ........
દહીંનો ઉપયોગ આપણા રસોડામાં મોટી માત્રામાં થતો હોય છે. ખાવામાં તે સ્વાદિષ્ટ હોય છે અને જાતજાતના પૌષ્ટિક તત્વોથી ભરપુર પણ. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, રાઇબોફ્લેવિન, વિટામિન બી6 અને વિટામિન બી 12 જેવા પોષક તત્વો હોય છે. દહીંને તમારા ખાનપાનમાં સામેલ કરવાથી સુંદરતા અને સ્વાસ્થ્ય બંને બનશે. દૂધની સરખામણીએ સ્વાસ્થ્ય માટે દહૂં વધુ ફાયદાકારક હોય છે. દૂધની સરખામણીએ
તેમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે. આ સિવાય પ્રોટીન, લેક્ટોઝ, આયર્ન, ફોસ્ફરસ વગેરે પણ તેમાં હોય છે. માટે જ તો દહીંને વધુ પોષક માનવામાં આવે છે. જાણીએ તે સ્વાસ્થ્ય માટે કેટલું ઉપયોગી છે.
દહીં ખાવાના ફાયદા -
1. દહીંના સેવનથી હૃદયમાં થનારા કોરોનરી આર્ટરીના રોગથી બચી શકાય છે. ડૉક્ટરોનું માનવું છે કે દહીંના નિયમિત સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછું કરી શકાય છે.
2. ચહેરા પર દહીં લગાવવાથી ત્વચા મુલાયમ બનવાની સાથે તેમાં નિખાર આવે છે. જો દહીંથી ચહેરાનું મસાજ કરવામાં આવે તો તે બ્લીચનું કામ કરે છે. વાળમાં દહીં કંડીશનરનું કામ કરે છે.
3. ગરમીમાં ત્વચા પર સનબર્ન થઇ ગયું હોય તો દહીંનો મસાજ કરવાથી રાહત મળે છે.
4. દહીં દૂધની સરખામણીએ સોગણું વધુ સારું છે કારણ કે તેમાં કેલ્શિયમ હોવાને લીધે હાડકા અને દાંત મજબૂત બને છે. તે ઑસ્ટિયોપોરોસિસ જેવી બીમારી સામે લડવામાં મદદરૂપ બને છે.
5. હાઈ બ્લડ પ્રેશરના જર્દીઓએ દરરોજ દહીંનું સેવન કરવું જોઇએ.
6. દહીમાં અજમો નાંખીને ખાવાથી કબજિયાત દૂર થાય છે.
7. દહીંમા ચણાનો લોટ નાંખી ત્વચા પર લગાવતા ત્વચા ચમકીલી બને છે, ખીલ દૂર થાય છે.
8. માથામાં ખોડો થતાં દહીં લગાવવાથી ફાયદો થાય છે. વાળ મુલાયમ બને છે.
10. પેટની બીમારીઓથી પરેશાન થતા લોકો જો ભોજનમાં પ્રચૂર માત્રામાં દહીં સામેલ કરે તો સારું રહેશે. તેમાં સારા બેક્ટેરિયા રહેલા હોય છે જે પેટની બીમારી દૂર કરે છે. પેટમાં જ્યારે સારા પ્રકારના બેક્ટેરિયાની ઉણપ સર્જાય છે ત્યારે ભૂખ ન લાગવા જેવી બીમારીઓ પેદા થાય છે. આ સ્થિતિમાં દહીં સૌથી સારું ભોજન બની જાય છે.
11. જો તમારી ત્વચા ડ્રાય છે તો અડધા કપ દહીંમાં એક નાની ચમચી ઓલિવ ઓઇલ તથા એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી લગાવો અને થોડીવાર બાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઇ લો. ત્વચાની ડ્રાયનેસ દૂર થશે.
12. ડૉક્ટર અને વૈદ્ય માને છે કે દૂધ જલ્દી પચતું નથી અને કબજિયાત કરે છે જ્યારે દહીં તુરંત પચી જાય છે. જે લોકોને દૂધ ન પચતું હોય તેમણે દહીંનું સેવન કરવું.
Labels:
home_remedies
Subscribe to:
Post Comments (Atom)
I bow down humbly in the presence of such gerantess.
ReplyDelete