Sunday, January 27, 2013

ડાયાબીટિઝ



દિવસે ને દિવસે વધુ ને વધુ લોકો ડાયાબીટિઝની બીમારીના ભોગ બની રહ્યાં છે. તમે પણ તેના સકંજામાં સપડાઇ શકો છો. વર્લ્ડ ડાયાબીટિઝ ફાઉન્ડેશન અનુસાર જો મનુષ્ય પોતાના ભોજન પર પૂરતું ધ્યાન આપે અને રોજ વર્ક આઉટ કરે તો તે ટાઇપ 2 ડાયાબીટિઝથી બચી શકે છે. સાથે જો તમે તમારા આહારમાં નીચેની વસ્તુઓનો સમાવેશ કરશો તો પણ ડાયાબીટિઝથી બચવામાં તમને સારી એવી મદદ મળી રહેશે...
જેમ કે...

1. લીલા શાકભાજી - પાલક, કોબીજ, કારેલા, અરબી, દૂધી વગેરે અનેક રીતે સ્વાસ્થ્યવર્ધક હોય છે. આ શાકભાજીમાંથી કેલરી ઓછી અને વિટામિન સી, બીટ કેરોટીન અને મેગનેશિયમ વધુ મળે છે જેનાથી ડાયાબીટિઝમાં ફાયદો થઇ શકે છે.એક સંશોધન અનુસાર એ જણાવવામાં આવ્યું છે કે જો તમે દિવસમાં 106 ગ્રામ શાકભાજી ખાઓ છો તો તમને ટાઇપ 2 ડાયાબીટિઝ થવામાં 14 ટકા લાભ થાય છે. અર્થાત્ આ ડાયાબીટિઝના જોખમને 14 ટકા ઓછું કરે છે.

2. દાળ - તમને જે દાળ ભાવતી હોય, પછી તે સોયાબીન, મસૂર, તુવેર, ચણાની જ કેમ ન હોય, તેનું દરરોજ અચૂક સેવન કરો. કારણ કે દાળમાં સારા પ્રમાણમાં રેસા હોય છે જે બ્લડ શુગરના લેવલને સામાન્ય કરે છે. કઠોળમાં માંસ જેટલું જ પ્રોટીન હોય છે અને ફેટ ઓછું, જે ખાવાથી તમને ટાઇપ 2 ડાયાબીટિઝમાં ફાયદો થશે.

3. માછલી - તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે ડાયાબીટિઝ ઓછું કરે છે. સાથે શરીરમાં ટ્રાઈગ્લીસરાઇડને ઓછું કરીને તે એચડીએલ કોલેસ્ટ્રોલને વધારે છે. અઠવાડિયામાં કેટલાંક દિવસ માછલી ખાવાથી હૃદયની બીમારીઓ નથી થઇ શકતી.

4. લો ફેટ મિલ્ક પ્રોડક્ટ - આમાં વધુ માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન તથા ઓછી ચરબી હોય છે. સંશોધનોમાં જોવા મળ્યું છે કે લો ફેટવાળું દહીં ડાયાબીટિઝતી બચાવે છે. પણ હંમેશા સાદું દહીં જ લેવું જોઇએ, ખાંડવાળું નહીં.

5. ઓલિવ ઓઇલ - તેમાં મોનોસેચ્યુરેડેટ ફેટી એસિડ હોય છે. તમારા ડાયટમાં બટરની જગ્યાએ આ તેલનો પ્રયોગ કરશો તો બ્લડ શુગર કન્ટ્રોલમાં રહેશે.

6. સૂકા મેવા - સૂકા મેવામાં મેગ્નેશિયમ અને ડાયાબીટિઝને સુધારનારા તત્વો જોવા મળે છે. સંશોધન અનુસાર જે લોકો દરરોજ તેનું સેવન કરે છે તેમનામાં ડાયાબીટિઝ થવાની શક્યતા ઓછી થઇ જાય છે.

7. ખાટાં ફળો - સંતરા, મોસંબી, લીંબુ વગરે પણ ડાયાબીટિઝને અટકાવે છે. તેમાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે ચરબી તો ઓછી કરે જ છે સાથે ઇન્સ્યુલિનની માત્રાને નિયંત્રિત કરવાનું કામ પણ કરે છે. આ સિવાય તેમાં કેલરી પણ બહુ ઓછી હોય છે.

8. આખું અનાજ - રિફાઇન્ડ અનાજ જેમ કે સફેદ બ્રેડ, મેંદો કે ચિપ્સ વગેરેથી ડાયાબીટિઝ થવાનું જોખમ રહે છે. પણ જો તમે ઘઉં, બ્રાઇન રાઇસ કે ઘઉંની બ્રેડ ખાશો તો શરીરમાં બ્લડ શુગરનું લેવલ કન્ટ્રોલમાં રહેશે જેનાથી ડાયાબીટિઝનું જોખમ ઓછું થઇ જશે.

9. તજ - આ ટેસ્ટી મસાલો ભોજનમાં જીવ સિંચવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને તે ડાયાબીટિઝને યોગ્ય કરવાનું કામ પણ કરે છે. સંશોધનો જણાવે છે કે તજ શરીરના સોજાને ઓછો કરે છે તથા ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરે છે. તેને ભોજનમાં, ચા કે પછી ડેઝર્ટ્સમાં વાપરી શકાય છે.

3 comments:

  1. Well done atrlcie that. I'll make sure to use it wisely.

    ReplyDelete
  2. 37Q6OV , [url=http://bfsaksxqdxuq.com/]bfsaksxqdxuq[/url], [link=http://umvfnpfglgbx.com/]umvfnpfglgbx[/link], http://mkrpqdvcbkxs.com/

    ReplyDelete