Monday, January 28, 2013
લસણ એંટીબાયોટિક
લસણ એંટીબાયોટિકની તુલનામાં વધુ અસરકારક.
જો તમને ફૂડ પોઇઝનિંગ કે કોઇપણ પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હોય તો ડોક્ટર પાસે જતાં પહેલા અહીં નોંધવામાં આવેલી વિગતો પર થોડો વિચાર કરી જોજો.
વાત એમ છે કે લસણની કેટલીક કળીઓ તમારા શરીરમાં ફેલાયે
લા ઇન્ફેક્શનના આ પ્રભાવને ઓછો કરવામાં મદદ કરશે. હાલમાં જ એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે ફૂડ પોઇઝનિંગ થયું હોય તેવી સ્થિતિમાં લસણ અન્ય એન્ટિબાયોટિકની તુલનામાં 100 ગણું વધુ અસરકારક હોય છે.
બેક્ટેરિયા સામે લડનારા લસણના ગુણ ફૂડ પોઇઝનિંગના પ્રભાવને ઓછો કરવામાં મદદરૂપ બને છે. અભ્યાસમાં જોવા મળ્યું છે કે લસણમાં રહેલા ડાયલિલ સલ્ફાઇડ(diallyl sulphide) કોઇપણ બેક્ટેરિયાને પોતાની જાળમાં સરળતાથી ફસાવી દે છે અને તેને મજબૂત થતાં પહેલા જ સમાપ્ત કરી દે છે. આ અભ્યાસ જર્નલ ઓફ એન્ટિમાઇક્રોબિયલ કીમોથેરેપીમાં પ્રકાશિત થયો છે.
અભ્યાસ પ્રકાશિત થયા બાદ માનવામાં આવી રહ્યું છે કે આના પગલે હવે મેડિકલ જગતમાં ટ્રીટમેન્ટના નવા માર્ગો ખુલશે. એટલું જ નહીં ભોજન અને તેમાંય ખાસકરીને મીટના પ્રોસેસિંગ માટે પણ લસણનો ઉપયોગ વધશે.
Labels:
home_remedies
Subscribe to:
Post Comments (Atom)
Thinking like that shows an exrpet at work
ReplyDelete