Sunday, January 27, 2013

શુ આપ કબજિયાતથી પરેશાન છો ?



કોન્સ્ટિપેશન અર્થાત્ કબજિયાતની સમસ્યા હોય તો પુષ્કળ માત્રામાં પાણી પીઓ અને ડાયટમાં ફાઇબર સપ્લીમેન્ટ્સની માત્રા વધારી દો. આ સાથે ડેરી પ્રોડક્ટ લેવાનું બિલકુલ બંધ કરી દો.

કબજિયાત આમ તો બહુ સામાન્ય સમસ્યા છે, પણ તેનાથી અનેક બીમારીઓ થઇ શકે છે. કેટલાંક એવા રોગો હોય છે જેના લીધે પણ કબજિયાત થઇ જાય છે. કબજિયાતથી થનારા દર્દ અને હતાશાને માત્ર એ જ સમજી શકે છે જેણે આ દર્દ સહન કર્યો હશે. પેટ યોગ્ય રીતે સાફ ન થવું તેને કોન્સ્ટિપેશન કહે છે.

કારણ - ઓછું પાણી પીવું, ડાયટમાં ફાઇબરની કમી, રેગ્યુલર ડાયટ ન લેવું, ચાવી-ચાવીને ન ખાવું, કસરત કે મૂવમેન્ટમાં કમી, ડેરી પ્રોડક્ટ્સ વધુ લેવી, તણાવ, ગર્ભાવસ્થા, ન્યૂરોલોજિકલ, ડાયાબિટિક, કોલોન કેન્સર જેવા અન્ય કારણો પણ કબજિયાત માટે જવાબદાર હોય છે.

ઇલાજ - ફાઇબર સપ્ટીમેન્ટ્સ લેવા, ગરમ લિક્વિડ લેવું, સવારે દવા લેવી, વધુ માત્રામાં પાણી પીવું વગેરે... આ સિવાય ખાસ બીમારીઓમાં કબજિયાતની ફરિયાદ હોય તો ડૉક્ટરની સલાહ સાથે ખાસ ઇલાજ કરાવવો.

લક્ષણ - અઠવાડિયામાં માત્ર ત્રણવાર શૌચ માટે જવું કે બહુ સખત શૌચ થવો, જોર લગાવવાની જરૂરિયાત પડવી, દર્દ થવો...

બચાવ - હાઈ ફાઇબર ડાયટ, હોલ ગ્રેન, પાણી, કસરત અને શૌચની જરૂરિયાતને ન રોકવી.

2 comments: