Thursday, January 31, 2013
સાઈનસ એક સ્વાસ્થ્ય સમસ્યા - અપનાવો ઘરેલું ઉપચાર
સાઇનસ એક સ્વાસ્થ્ય સમસ્યા છે જેનાથી સંપૂર્ણપણે સાજા નથી થઇ શકાતું. અલબત, તમે કેટલીક સાવચેતી દાખવીને અને ઘરે જ યોગ્ય ઉપચાર કરીને તેના લક્ષણોથી રાહત મેળવી શકો છો. અહીં સાયનસના ઇલાજ માટે કેટલાંક પ્રભાવી ઘરેલું ઉપચાર જણાવી રહ્યાં છીએ... - શ્વાસ સંબંધી સમસ્યાઓથી આરામ મેળવવા માટે થોડા કાળા જીરાના બીજ લો અને તેને એક પાતળા કપડામાં બાંધો. તુરંત રાહત મેળવવા માટે તેનો ઉપયોગ શ્વાસ લેવા માટે કરો. - આ સિવાય, તમે ગરમ પાણીમાં નિલગિરીના તેલના થોડી ટીપાં મિક્સ કરી શકો છો અને સાઇનસના લક્ષણોમાંથી રાહત મેળવવા માટે તેની સ્ટીમ લઇ શકો છો. - વહેતું નાક રોકવા માટે તમારા નાક અને આંખોની ચારે તરફ ઓલિવ ઓઇલ લગાવો. - ડુંગળી અને લસણની જેમ તીખા ખાદ્ય પદાર્થો સાઇનસના ઇલાજમાં વધુ ફાયદાકારક સાબિત થાય છે. તમે આ ખાદ્ય પદાર્થોનો નાનકડો ભાગ લઇને આ પ્રયોગ શરૂ કરી શકો છો અને તેને ધીમે-ધીમે વધારી શકો છો. તમે તમારા નિયમિત ભોજનમાં આ ખાદ્ય પદાર્થોનો જથ્થો સામેલ કરી શકો છો. - ગાજરના રસમાં મહાન ચિકિત્સા ગુણો સામેલ છે જે સાઇનસના ઇલાજમાં બહુ ફાયદાકારક છે.
Labels:
home_remedies
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment